Home > Author > Jitesh Donga >

" ક્યારેક એમ થાય કે એક સાંજે નોકરી પરથી છૂટીને સીધો કોઈ સાયબર કાફેમાં જાઉં. મારા દરેક સગા, નજીકના દોસ્ત અને પરિવારને મેઇલ કરી દઉં કે ‘હું ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં છું. ખબર નથી ક્યારે અને કેમ હું પાછો આવીશ. કદાચ ન પણ આવું. કોઈ રડતું નહીં મારી પાછળ. કોઈ રાહ ન જોતું. કોઈ દુનિયાદારી શિખવવાની કોશિશ ન કરતું. હું જાઉં છું સાજો થવા માટે.’ બસ પછી એ ઇમેઇલ એકાઉન્ટ ડિલિટ કરીને, મારા સિમ કાર્ડને તોડીને, મારા ફોનને કચરામાં ફેંકીને, મારા સામાનને રૂમ પર જ મૂકી રાખીને નીકળી જાઉં. આ જિંદગીના એવાં દરેક લેબલ ઉખાડી નાખું જે મને ક્યારેક બાપ, ક્યારેક બેટો, ક્યારેક મેનેજર, ક્યારેક ટીમ લીડર અને ક્યારેક સામાન્ય નોકરી કરતો એન્જિનિયર કહીને મારી લાઇફની કિંમત કરી નાખતા હતા. એવા દરેક સપનાને ફેંકી દઉં જે મને અજાણતા જ કોઈ ભૂંડ કે ઘેટાની જેમ ટોળામાં ધક્કો મારીને આગળ જવા મજબૂર કરી રહ્યા હતા. અને પછી... કોઈ એવી જગ્યાએ ચાલ્યો જાઉં જ્યાં મારે મન ન હોય તો આ કપડાં પણ પહેરવાં ન પડે. કોઈ નાગાબાવાની જેમ પડ્યો રહું. ગમે તે ખાઈ લઉં, ગમે તે ઓઢી લઉં. રખડ્યા કરું. આ દુનિયા તરફ ભે**દ મારી મિડલ ફિંગર બતાવી દઉં. બસ એમ જ મરી જાઉં. આ માયાજાળને મૂકીને કોઈ સંત-ફકીર બની જાઉં. એવી અવસ્થામાં ચાલ્યો જાઉં કે જેમાં મારી પાસે કશું નથી અને હું ખુદ કશું જ નથી. મારું નામ પણ નહીં. માત્ર નાગું શરીર એ જ મારી ઓળખ. મારી અંદરની સાચી જિંદગીને હું જીવું. હૃદયની એકએક લાગણીને પારખીને કોઈ સંતની જેમ જીવું. કશી ભૂખ નહીં. નહીં જમાના મુજબ અપડેટ થવાની ચિંતા, નહીં જ્ઞાનની ભૂખ, નહીં દુનિયાને સમજવાની ઇચ્છા કે નહીં બોગસ, ફેઇક સપનાંઓ જોવાની ખેવના. એવી સ્થિતિ કે સાલો કોઈ માણસ પણ મારી સામે ન જુએ. એટલી હદે નાગો માણસ... "

Jitesh Donga , નોર્થ પોલ [North Pole]


Image for Quotes

Jitesh  Donga quote : ક્યારેક એમ થાય કે એક સાંજે નોકરી પરથી છૂટીને સીધો કોઈ સાયબર કાફેમાં જાઉં. મારા દરેક સગા, નજીકના દોસ્ત અને પરિવારને મેઇલ કરી દઉં કે ‘હું ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં છું. ખબર નથી ક્યારે અને કેમ હું પાછો આવીશ. કદાચ ન પણ આવું. કોઈ રડતું નહીં મારી પાછળ. કોઈ રાહ ન જોતું. કોઈ દુનિયાદારી શિખવવાની કોશિશ ન કરતું. હું જાઉં છું સાજો થવા માટે.’ બસ પછી એ ઇમેઇલ એકાઉન્ટ ડિલિટ કરીને, મારા સિમ કાર્ડને તોડીને, મારા ફોનને કચરામાં ફેંકીને, મારા સામાનને રૂમ પર જ મૂકી રાખીને નીકળી જાઉં. આ જિંદગીના એવાં દરેક લેબલ ઉખાડી નાખું જે મને ક્યારેક બાપ, ક્યારેક બેટો, ક્યારેક મેનેજર, ક્યારેક ટીમ લીડર અને ક્યારેક સામાન્ય નોકરી કરતો એન્જિનિયર કહીને મારી લાઇફની કિંમત કરી નાખતા હતા. એવા દરેક સપનાને ફેંકી દઉં જે મને અજાણતા જ કોઈ ભૂંડ કે ઘેટાની જેમ ટોળામાં ધક્કો મારીને આગળ જવા મજબૂર કરી રહ્યા હતા. અને પછી... કોઈ એવી જગ્યાએ ચાલ્યો જાઉં જ્યાં મારે મન ન હોય તો આ કપડાં પણ પહેરવાં ન પડે. કોઈ નાગાબાવાની જેમ પડ્યો રહું. ગમે તે ખાઈ લઉં, ગમે તે ઓઢી લઉં. રખડ્યા કરું. આ દુનિયા તરફ ભે**દ મારી મિડલ ફિંગર બતાવી દઉં. બસ એમ જ મરી જાઉં. આ માયાજાળને મૂકીને કોઈ સંત-ફકીર બની જાઉં. એવી અવસ્થામાં ચાલ્યો જાઉં કે જેમાં મારી પાસે કશું નથી અને હું ખુદ કશું જ નથી. મારું નામ પણ નહીં. માત્ર નાગું શરીર એ જ મારી ઓળખ. મારી અંદરની સાચી જિંદગીને હું જીવું. હૃદયની એકએક લાગણીને પારખીને કોઈ સંતની જેમ જીવું. કશી ભૂખ નહીં. નહીં જમાના મુજબ અપડેટ થવાની ચિંતા, નહીં જ્ઞાનની ભૂખ, નહીં દુનિયાને સમજવાની ઇચ્છા કે નહીં બોગસ, ફેઇક સપનાંઓ જોવાની ખેવના. એવી સ્થિતિ કે સાલો કોઈ માણસ પણ મારી સામે ન જુએ. એટલી હદે નાગો માણસ...