Home > Author > Jitesh Donga >

" મને એ ખબર નથી પડતી કે: કઈ રીતે એક સ્થળ...માત્ર એક જગ્યા...આટલી બધી પેઢીઓથી કેટલાયે માણસોના દુઃખ મિટાવી શકે? માત્ર ચીકણી માટીમાંથી બનાવેલી એક મૂર્તિ અને તેના પર થોડી શણગાર અને સજાવટ. માત્ર ઇંટોથી ચણેલી એક કબર અને તેના પર કાપડ ની ચાદર. બીજું કઈ નહિ. એક પથ્થરના ટુકડા સિવાય બીજું કઈ જ નહિ. જો ઈશ્વર પથ્થરના ટુકડામાં રહેતો હોય...તો પછી ભૂખ્યા મરી જતા લાચાર માણસોમાં નહિ રહેતો હોય? તમારી શ્રદ્ધાનું નામ દઈને તમે કહી દો છો કે- માણસને શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય. પથ્થરની પણ પૂજા થાય! હું કહું છું કે- જો લોકોને પથ્થરના ચણેલા મંદિરમાં ભગવાન દેખાતો હોય તો પછી તેને ઘર વગરના માણસમાં પણ દેખાવો જોઈએ. ભૂખ્યા મરી જતા ભીખારીમાં પણ દેખાવો જોઈએ. "

Jitesh Donga , Vishwamanav


Image for Quotes

Jitesh  Donga quote : મને એ ખબર નથી પડતી કે: કઈ રીતે એક સ્થળ...માત્ર એક જગ્યા...આટલી બધી પેઢીઓથી કેટલાયે માણસોના દુઃખ મિટાવી શકે? માત્ર ચીકણી માટીમાંથી બનાવેલી એક મૂર્તિ અને તેના પર થોડી શણગાર અને સજાવટ. માત્ર ઇંટોથી ચણેલી એક કબર અને તેના પર કાપડ ની ચાદર. બીજું કઈ નહિ. એક પથ્થરના ટુકડા સિવાય બીજું કઈ જ નહિ. જો ઈશ્વર પથ્થરના ટુકડામાં રહેતો હોય...તો પછી ભૂખ્યા મરી જતા લાચાર માણસોમાં નહિ રહેતો હોય? તમારી શ્રદ્ધાનું નામ દઈને તમે કહી દો છો કે- માણસને શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય. પથ્થરની પણ પૂજા થાય! હું કહું છું કે- જો લોકોને પથ્થરના ચણેલા મંદિરમાં ભગવાન દેખાતો હોય તો પછી તેને ઘર વગરના માણસમાં પણ દેખાવો જોઈએ. ભૂખ્યા મરી જતા ભીખારીમાં પણ દેખાવો જોઈએ.