Home > Work > Half Girlfriend

Half Girlfriend QUOTES

28 " ગોઠવ્યો હતો. ન્યૂયોર્કની મધ્યમાં યુએનનું વર્લ્ડ હેડક્વાર્ટર આવેલું હતું. કામના પહેલા દિવસે, હું લેક્સિંગ્ટન ઍવન્યુ પર આવેલા ૮૬મી સ્ટ્રીટ સ્ટેશન પર પહોંચ્યો. ચાર નંબરની ટ્રેન પકડી અને ૪૨મી સ્ટ્રીટ પર આવેલા ગ્રાન્ટ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતર્યો. અહીંથી અડધો એક માઈલ દૂર જ વિશાળ યુનાઇટેડ નેશન્સ પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું છે. ત્રણ-ત્રણ જગ્યાએ સિક્યોરિટી-ચેકિંગની પ્રક્રિયા પૂરી કર્યા પછી હું યુએનએફપીએની ઑફિસે પહોંચ્યો. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ. ‘મિ. જહા, વેલકમ, અંદર આવો.’ ચાલીસેક વર્ષના, મારાથી બમણા પહોળા એવા એક અશ્વેત માણસે મને રિસેપ્શન એરિયામાં આવકાર્યો. ચોપડીઓ અને જુદા જુદા રિપોર્ટ્સથી ભરેલી "

, Half Girlfriend