Home > Author > Mahatma Gandhi >

" ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાંને પોતાના તાબામાં લઈ મનુષ્યને પછાડે છે. એટલે તું ઇન્દ્રિયોને તો પહેલી જ કાબૂમાં લઈ લેજે, પછી મનને જીતજે ને એમ કરતાં બુદ્ધિ પણ તને વશ રહેશે, કેમ કે જોકે ઇન્દ્રિય, મન કે બુદ્ધિ એક પછી એકથી ચડી જાય તેવાં છે છતાં તે બધાંના કરતાં આત્મા બહુ વધારે છે. માણસને આત્માની—પોતાની—શક્તિનું ભાન નથી એટલે જ માને છે કે, ઇન્દ્રિયો વશ નથી રહેતી કે મન નથી રહેતું કે બુદ્ધિ કામ કરતી નથી. આત્માની શક્તિનો વિશ્વાસ થયો કે તુરત બીજું બધું સહેલું થઈ પડે છે. ને જેણે ઇન્દ્રિયો, મન ને બુદ્ધિને ઠેકાણે રાખ્યાં છે તેને કામ, ક્રોધ કે તેનું અસંખ્યનું લશ્કર કંઈ જ કરી શકતું નથી. [આ અધ્યાયને મેં ગીતા સમજવાની ચાવી કહેલ છે, અને તેનો એક વાક્યમાં સાર એ જોઈએ છીએ કે, ‘જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.’ તેથી આપણે જીવનને યજ્ઞમય કરી નાખવું ઘટે છે. આમ જાણ્યું એટલે તેમ થઈ નથી જતું, પણ એમ જાણીને આચરણ કરતાં આપણે ઉત્તરોત્તર શુદ્ધ થઈએ છીએ. પણ ખરી સેવા કોને કહેવી? એ જાણવા સારુ ઇન્દ્રિયદમનની આવશ્યકતા રહી છે, અને આમ કરતાં ઉત્તરોત્તર આપણે સત્યરૂપી પરમાત્માની નજીક આવતા જઈએ છીએ. યુગે યુગે આપણને સત્યની વધારે ઝાંખી થાય છે. સેવાકાર્ય પણ જો સ્વાર્થદૃષ્ટિથી થાય તો તે યજ્ઞ મટી જાય છે. તેથી અનાસક્તિની પરમ આવશ્યકતા. આટળું જાણ્યા પછી આપણને બીજા-ત્રીજા વાદવિવાદમાં નથી ઊતરવું પડતું. અર્જુનને સાચે જ સ્વજન મારવાનો બોધ કર્યો? શું તેમાં ધર્મ હોય? આવા પ્રશ્નો શમી જાય છે. અનાસક્તિ આવ્યે સહેજે આપણા હાથમાં કોઈને મારવાની છરી હોય તોપણ તે પડી જાય છે. પણ અનાસક્તિનો ડોળ કર્યે તે આવતી નથી. આપણે પ્રયત્ન કરીએ ત્યારે આજ આવે અથવા હજારો વર્ષના પ્રયત્ન છતાંયે ન આવે. તેની પણ ચિંતા છોડીએ. પ્રયત્નમાં જ સફળતા છે. પ્રયત્ન ખરે જ કરીએ છીએ કે નહીં એ આપણે બારીકીથી તપાસવાની જરૂર છે. તેમાં આત્માને છેતરવાપણું ન હોવું જોઈએ. અને આટલું ધ્યાનમાં રાખવું બધાને સારુ શક્ય છે જ] * "

Mahatma Gandhi , Gitabodh


Image for Quotes

Mahatma Gandhi quote : ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાંને પોતાના તાબામાં લઈ મનુષ્યને પછાડે છે. એટલે તું ઇન્દ્રિયોને તો પહેલી જ કાબૂમાં લઈ લેજે, પછી મનને જીતજે ને એમ કરતાં બુદ્ધિ પણ તને વશ રહેશે, કેમ કે જોકે ઇન્દ્રિય, મન કે બુદ્ધિ એક પછી એકથી ચડી જાય તેવાં છે છતાં તે બધાંના કરતાં આત્મા બહુ વધારે છે. માણસને આત્માની—પોતાની—શક્તિનું ભાન નથી એટલે જ માને છે કે, ઇન્દ્રિયો વશ નથી રહેતી કે મન નથી રહેતું કે બુદ્ધિ કામ કરતી નથી. આત્માની શક્તિનો વિશ્વાસ થયો કે તુરત બીજું બધું સહેલું થઈ પડે છે. ને જેણે ઇન્દ્રિયો, મન ને બુદ્ધિને ઠેકાણે રાખ્યાં છે તેને કામ, ક્રોધ કે તેનું અસંખ્યનું લશ્કર કંઈ જ કરી શકતું નથી. [આ અધ્યાયને મેં ગીતા સમજવાની ચાવી કહેલ છે, અને તેનો એક વાક્યમાં સાર એ જોઈએ છીએ કે, ‘જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.’ તેથી આપણે જીવનને યજ્ઞમય કરી નાખવું ઘટે છે. આમ જાણ્યું એટલે તેમ થઈ નથી જતું, પણ એમ જાણીને આચરણ કરતાં આપણે ઉત્તરોત્તર શુદ્ધ થઈએ છીએ. પણ ખરી સેવા કોને કહેવી? એ જાણવા સારુ ઇન્દ્રિયદમનની આવશ્યકતા રહી છે, અને આમ કરતાં ઉત્તરોત્તર આપણે સત્યરૂપી પરમાત્માની નજીક આવતા જઈએ છીએ. યુગે યુગે આપણને સત્યની વધારે ઝાંખી થાય છે. સેવાકાર્ય પણ જો સ્વાર્થદૃષ્ટિથી થાય તો તે યજ્ઞ મટી જાય છે. તેથી અનાસક્તિની પરમ આવશ્યકતા. આટળું જાણ્યા પછી આપણને બીજા-ત્રીજા વાદવિવાદમાં નથી ઊતરવું પડતું. અર્જુનને સાચે જ સ્વજન મારવાનો બોધ કર્યો? શું તેમાં ધર્મ હોય? આવા પ્રશ્નો શમી જાય છે. અનાસક્તિ આવ્યે સહેજે આપણા હાથમાં કોઈને મારવાની છરી હોય તોપણ તે પડી જાય છે. પણ અનાસક્તિનો ડોળ કર્યે તે આવતી નથી. આપણે પ્રયત્ન કરીએ ત્યારે આજ આવે અથવા હજારો વર્ષના પ્રયત્ન છતાંયે ન આવે. તેની પણ ચિંતા છોડીએ. પ્રયત્નમાં જ સફળતા છે. પ્રયત્ન ખરે જ કરીએ છીએ કે નહીં એ આપણે બારીકીથી તપાસવાની જરૂર છે. તેમાં આત્માને છેતરવાપણું ન હોવું જોઈએ. અને આટલું ધ્યાનમાં રાખવું બધાને સારુ શક્ય છે જ] *